અકસ્માત@દિયોદરઃ બાઇક અને કાર વચ્ચે ટક્કર, એકનું મોત
અટલ સમાચાર, બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં હાઇવે માર્ગ ઉપર અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃતક વ્યક્તિ ભાભર તાલુકાના ઇન્દરવા ગામનો હોવાનું
Sep 4, 2019, 13:51 IST

અટલ સમાચાર, બનાસકાંઠા
ઉત્તર ગુજરાતમાં હાઇવે માર્ગ ઉપર અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃતક વ્યક્તિ ભાભર તાલુકાના ઇન્દરવા ગામનો હોવાનું સામે આવ્યું છે. બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આસપાસના લોકો ઘાયલ થયેલ વ્યક્તિઓને બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્રારા ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બે વ્યક્તિને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
