દુર્ઘટના@ગુજરાત: સ્કોર્પિયો કાર વીજળીના થાંભલા સાથે અથડાતા 2 લોકોનાં મોત

બે લોકો ગંભીર રીતે ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગર-વિજાપુર હાઇવે પર બેકાબૂ બનેલી એક સ્કોપિયો કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી કારમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક મંગળવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. જ્યારે બે લોકોને ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કોપિયો કાર લઈને જમવા જતા હતા ત્યારે ઓવર સ્પીડમાં જતા વિદ્યાર્થીઓએ કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારે અચાનક નિયંત્રણ ગુમાવી ચાર-પાંચ પલટી ખાધી હતી. કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો કાર પાસે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માત બાદના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કાર અથડાયા બાદ મોટાપાયે નુકસાન થયું હતું તો અકસ્માતને પગલે સ્થાનિકો ટોળા પણ ઘટના સ્થળે ધસી આવેલા જોવા મળ્યા હતા.આ મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા.આ ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારમાં સવાર અન્ય વ્યક્તિઓની માહિતી અને કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.