દુર્ઘટના@ગુજરાત: રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત, ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા

 
અકસ્માત
ત્રણેય ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ-ભાવનગર હાઇવે પરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં દીવ જઈ રહેલા આર. કે. યુનિવર્સટીના ત્રણ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આજે (6 સપ્ટેમ્બર) વહેલી સવારે રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આટકોટ-જંગવડ પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.

આ ત્રણેય આર. કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિદ્યાર્થીઓની ઓળખ નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી રહી છે.