દુર્ઘટના@ગુજરાત: મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના મોત

 
ઘટના
ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર વહેલી સવારે મનાલીથી બેલા જતી વખતે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઇને ખીણમાં ખાબકી ગઇ હતી. કારમાં સવાર કુલ 9 લોકો ખીણમાં ખાબકી ગયાની માહિતી સામે આવી હતી. જેમાંથી 4ને તો બચાવાયા પણ 5 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.  હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસે ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.અકસ્માત વહેલી સવારે તે સમયે થયો જ્યારે પરિવાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહ્યો હતો. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ 9 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખીણમાં ખાબકેલા 9 લોકોમાંથી 4 વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય 5 લોકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.