અકસ્માત@ગુજરાતઃ ધો. 10ની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનું કરૂણ મોત, 1 ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. દરમિયાન નર્મદા જિલ્લામાંથી એક અકસ્માતમાં વિદ્યાર્થીનાં મોતની ખબર આવી રહી છે. ભદામનાં ધોરણ 10નાં બે વિદ્યાર્થીઓ બાઇક પર માંગરોળ પરીક્ષા આપવા જતા હતા. ત્યારે ગુવાર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય
 
અકસ્માત@ગુજરાતઃ ધો. 10ની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનું કરૂણ મોત, 1 ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. દરમિયાન નર્મદા જિલ્લામાંથી એક અકસ્માતમાં વિદ્યાર્થીનાં મોતની ખબર આવી રહી છે. ભદામનાં ધોરણ 10નાં બે વિદ્યાર્થીઓ બાઇક પર માંગરોળ પરીક્ષા આપવા જતા હતા. ત્યારે ગુવાર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નર્મદા જીલ્લાના ભદામના ધોરણ 10ના 2 વિદ્યાર્થીઓના બાઇકને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરૂણ મોત થતાં પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. એક બાજુ વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવવા માટે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જાય છે તો બીજી બાજુ એજ ભવિષ્ય એમનો મોતનો કોળિયો બનીને સામે આવે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માતને પગલે આજુબાજુ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એક વિદ્યાર્થીનું કરૂણ મોત થતાં પરિવાર ઉપર આફત તૂટી પડી છે. આ ઉપરાંત ગાડીત ગામનો ધો.10નો રાજ મોવાસી નામનો વિદ્યાર્થીને ચક્કર આવતા પડી ગયો છે. જેને સિવિલ હૉસ્પિટલમાં હાલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.