અકસ્માત@ઇડર: રોંગસાઇડથી આવતી બેફામ કારે રીક્ષાને ટક્કર મારી, ચાલક સહિત 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર પંથકના ગામ નજીક રીક્ષા લઇ લગ્નપ્રસંગે જતાં યુવકોને રોંગસાઇડમાં આવતી કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેસેલાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ અન્ય એક મુસાફરને ગંભીર ઇજાઓ અને અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે બેફામ કાર ચાલક અકસ્માત સર્જીને
 
અકસ્માત@ઇડર: રોંગસાઇડથી આવતી બેફામ કારે રીક્ષાને ટક્કર મારી, ચાલક સહિત 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર પંથકના ગામ નજીક રીક્ષા લઇ લગ્નપ્રસંગે જતાં યુવકોને રોંગસાઇડમાં આવતી કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેસેલાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ અન્ય એક મુસાફરને ગંભીર ઇજાઓ અને અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે બેફામ કાર ચાલક અકસ્માત સર્જીને વાહન સ્થળ પર મુકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ રીક્ષાચાલકના પિતાએ ફરાર કારચાલક સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરના ગંભીરપુરા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ઇડરના લિંભોઇ ગામનો પ્રકાશ કચરાજી ઠાકોર ગઇકાલે સાંજે ગામની વર્ધી લઇ અંકાલા લગ્ન પ્રસંગમાં જવા નિકળ્યો હતો. આ તરફ લીંભોઇથી ગંભીરપુરા જતાં રોડ પર સામેથી રોંગસાઇડમાં પુરઝડપે આવતી કારે રીક્ષાને ટક્કર મારતાં તે પલટી મારી ગઇ હતી. જેથી તેમાં બેસેલાં મુસાફરો સહિતના ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ અકસ્માત સર્જીને ચાલક કાર સ્થળ મુકી પલાયન થઇ ગયો હતો. ઘટનાને લઇ રાહદારીઓએ 108ને ફોન કરતાં તમામને સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માત@ઇડર: રોંગસાઇડથી આવતી બેફામ કારે રીક્ષાને ટક્કર મારી, ચાલક સહિત 4 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે સાંજે લગ્નપ્રસંગમાં જવા પેસેન્જર લઇ નીકળેલ રીક્ષાને કારે ટક્કર મારતાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં લીંભોઇના કાર્તિકભાઇ બાબુભાઇ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે રાજુભાઇ હુરાજી ઠાકોર, કંકુબેન રાજુભાઇ હુરાજી ઠાકોર અને રીક્ષા ચાલક પ્રકાશ કચરાજી ઠાકોરને પણ ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ રીક્ષાચાલકના પિતા કચરાજીએ ફરાર કાર ચાલક સામે ઇડર પોલીસ મથકે આઇપીસી 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવ્યો છે.

અકસ્માત@ઇડર: રોંગસાઇડથી આવતી બેફામ કારે રીક્ષાને ટક્કર મારી, ચાલક સહિત 4 ઇજાગ્રસ્ત
જાહેરાત