અટલ સમાચાર,પાલનપુર
ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલી હાજર રહ્યાં હતાં.
ધ્વજવંદન પછી કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યાં હતાં. પોલીસ મહિલા કર્મચારીએ લક્ષ્મીબાઇ જેવી સાડી પહેરી સ્ટન્ટ કરતાં અચાનક બાઈક સ્લીપ ખાઇ ગયું હતું. બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘુસી ગઇ હતી. અકસ્માતમાં 8 બાળકોને નાની મોટી ઇજા થઇ હતી. જોકે બાળકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં બાળકોને મળવા માટે સીએમ વિજય રૂપાણી પણ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને પણ સારવાર હેઠળ ખસેડાયા હતા.