દુર્ઘટના@અમદાવાદ: ઉભેલી આઇસર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 1નું મોત, 3 ગંભીર

 
ઘટન
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરખેજ-બાવળા હાઈવે પર ઊભેલી આઇસર ટ્રક પાછળ એક કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે હાઈવે પર ચકચાર મચી ગઈ હતી. અહીં હાઈવે પર એક આઇસર ઊભી હતી. દરમિયાન પૂરઝડપે આવતી કાર ઊભેલી આઇસરની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની ગંભીર ઇજાઓને પગલે તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.