દુર્ઘટના@ભરૂચ: ધોરાજીથી સુરત જાન લઈ જતી બસને નડ્યો અકસ્માત, 2ના કરુણ મોત

 
અકસ્માત

હાઈવે પર અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચના દેરોલ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બે મુસાફરોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ધોરાજીથી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસ ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં બે મુસાફરોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયાં હોવાની માહિતી છે. જ્યારે બાળકો સહિત 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્મા‌તની જાણ થતાં જ બચાવ અને તબીબી સહાયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળાં એકત્રિત થયાં હતા. લગ્ન પ્રસંગમાં ખુશીથી જઈ રહેલા મુસાફરો માટે આ મુસાફરી દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ છે.