દુર્ઘટના@કચ્છ: ઢોરા ગામ પાસે ટ્રક-ટ્રેક્ટરની ટક્કરમાં 3 શ્રમિકોના કમકમાટીભર્યા મોત
સમગ્ર પંથકમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છ જિલ્લામાં હાજીપીર રોડ પર આવેલા ઢોરા ગામ પાસે એક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ પહેલા પણ કચ્છ જિલ્લામાં આવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના બની ચૂકી છે. અંજાર તાલુકાના અજાપર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા, જે મામલે અંજાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.હાજીપીર રોડ પર ઢોરા ગામ પાસે 3 લોકોના મોત અને અગાઉ અંજારના અજાપર પાસે 3 યુવકોના મોતની ઘટનાઓએ કચ્છના માર્ગો પરની સલામતી અંગે ગંભીર ચિંતા જગાવી છે. ટ્રક જેવા ભારે વાહનો સાથે થતા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે પોલીસ તપાસની સાથે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ પણ પ્રબળ બની છે.

