આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠામાં ઈકબાલગઢ પાસે મોડીરાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઇવેની બાજુમાં આવેલ એક ઘરમાં ઘુસી ગયો હતો. જોકે સદનસીબે પરિવાર ઘરની બહાર સૂતો હોવાથી મોટી જાનહાની ટળી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતના કારણે આદિવાસી પરિવારની મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઇકબાલગઢ પાસે આવેલ વેરા ગામ નજીક હાઈવેની બાજુમાં રહેતો આદિવાસી પરિવાર આ અકસ્માતનો ભોગ બન્યો હતો. મોડીરાત્રે હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઇવે ની બાજુમાં આવેલા આદિવાસી પરિવારના ઘરમાં ઘૂસી ગઈ હતી. અચાનક ઘરની પાછળની દીવાલ તોડી ટ્રક ઘરમાં ઘૂસી આવતા આ આદિવાસી પરિવાર પણ હેબતાઈ ગયો હતો.

મહત્વનું છે કે, ઘટના બની તે સમયે ઘરના સભ્યો બાળકો સાથે બહાર સુતા હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રક મુકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના કારણે આદિવાસી પરિવારની મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code