દુર્ઘટના@જામનગર: ધ્રોલમાં કાર પલટી જતા ત્રણ વ્યક્તિના મોત, 2 ઈજાગ્રસ્ત

મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામનગરના ધ્રોલમાં કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે. જામનગરના ધ્રોલ પાસે ભયંકર અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે
જેમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથધરી છે, હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પીએ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવશે,અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુ વળી ગયું છે.કચ્છમાં સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓનો ધસરો વધ્યો છે.
ત્યારે ભુજ ખાવડા રોડ પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બુધવારે સવારે ભુજથી ધોરડો જઇ રહેલા અમદાવાદના પરિવારની કાર વેકરીયા રણ નજીક ઓવર સ્પીડને કારણે ખાડામાં ઉછળીને હવામાં ફંગોળાઇ જતાં કારમાં સવાર ૮ વર્ષની માસુમ બાળકીને ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે માતા પુત્રને વધુથી ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને દિકરીને ગુમાવનારા પિતા સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.