અકસ્માત@J&K: મિની બસ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત, મૃતકોનો સંખ્યા વધી શકે
અકસ્માત@J&K: મિની બસ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત, મૃતકોનો સંખ્યા વધી શકે

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો. એક મીની બસ ખાઈમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મોત પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

મળતી માહિતી મુજબ આ બસ થાથરીથી ડોડા જઈ રહી હતી. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે ડોડાના જિલ્લાધિકારી વિકાસ શર્મા સાથે વાત કરી. ઘાયલોને જીએમસી ડોડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. બસ થાથરીથી ડોડા જતી હતી ત્યારે ખીણમાં ખાબકી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ડોડા પહોંચતા પહેલા અચાનક બસ બેકાબૂ બનીને ચિનાબ નદી કિનારે ઊંડી ખીણમાં ખાબકી. મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. બસનો ઘણો બધો કાટમાળ કાઢવામાં આવ્યો છે.