દુર્ઘટના@જુનાગઢ: અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર, 3 યુવકોનાં મોત

 
Junagadh

હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતુ.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢમાં હીટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત થયા છે. જેમાં અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. તેમજ આ ગોઝારો અકસ્માત બાટવાના પાજોદ ગામ પાસે બન્યો છે. જેમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો.ગુજરાત રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બેફામ બનેલા કાર ચાલકો અકસ્માત કરી રહ્યાં છે. તાજેતરમાં અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના ઘટની હતી, મહેસાણામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી અને હવે જૂનાગઢમાં હીટ એન્ડ રનની ઘટના બની છે.

 

જેમાં એક જ ગામના ત્રણ મિત્રો બાઇક પર સવાર હતા તે દરમિયાન આ અકસ્માત થયો છે.3 યુવકોના મોતથી પંથક શોકમગ્ન બન્યો છે. તેમજ પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. અગાઉ જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ફિલ્મી વળાંક આવ્યો હતો. કારચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું.

 

જે મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલસી તપાસમાં સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતુ. આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.