અકસ્માત@કાંકરેજ: બેફામ પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ કાંકરેજ તાલુકાના ગામે બેફામ બનેલાં પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં આધેડનું મોત થયુ છે. ગઇકાલે સાંજે ગામના ખેડૂત અને તેમના ભાઇ બાઇક પર ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન સામેથી આવી રહેલ પીકઅપ ડાલાએ તેમને ટક્કર મારતાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત
 
અકસ્માત@કાંકરેજ: બેફામ પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ગામે બેફામ બનેલાં પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં આધેડનું મોત થયુ છે. ગઇકાલે સાંજે ગામના ખેડૂત અને તેમના ભાઇ બાઇક પર ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન સામેથી આવી રહેલ પીકઅપ ડાલાએ તેમને ટક્કર મારતાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ અકસ્માત સર્જીને ચાલક પીકઅપ ડાલું લઇ ફરાર થઇ ગયો હોઇ મૃતકના પુત્રએ ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા(રામપુર) નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ખીમાણા(રામપુરા)ના ગાંડાજી ઉમેદજી પરમાર અને બાસ્કુજી ભોમજી પરમાર બાઇક લઇને રામપુરાથી ખીમાણા જતાં હતા. આ દરમ્યાન સામેથી પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ તેમના બાઇકને ટક્કર મારતાં બાસ્કુજીને માથાના ભાગે તથા ગાંડાજીને જમણા પગે તથા પેટના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં ગાંડાજીનું સ્થળ પર મોત નિપજ્યુ હતુ.

અકસ્માત@કાંકરેજ: બેફામ પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનાનો ઉમેરો થયો છે. ગઇકાલે મોડી સાંજે ખેડૂતના બાઇકને પીકઅપ ડાલાએ ટક્કર મારતાં ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ અન્ય એક ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત સર્જીને પીકઅપ ડાલાનો ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો. જેને લઇ મૃતકના પુત્ર નટવરસિંહ ગાંડાજી પરમારે ફરાર ચાલક સામે શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત@કાંકરેજ: બેફામ પીકઅપ ડાલાએ બાઇકને અડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત