આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

ભાદરવી પૂનમને લઇને આજે લાખો ભાવિકો અંબાજીમાં વહેલી સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શનાથે જઇ રહેલા બાઇક અકસ્માતમાં નડ્યો હતો. આ અકસ્માતમાં એક બાઇ સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતક યુવક કિરુભા વાઘેલા અને તેમના મિત્ર બાઈક પર યાત્રાધામ અંબાજી મા અંબાના દર્શનાથે જઇ રહ્યાં હતા. તે દરમિયાન કાંકરેજના ચીમનગઢ પાટિયા પાસે સામેથી આવતા બાઇક સાથે તેમનું બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તા પર પટકાતા કિરુભા વાઘેલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સમગ્ર બનાવની જાણ થતા 108 અને પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે. જ્યારે મૃતક કિરુભા વાઘેલાને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે શિહોરી પોલીસે સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

01 Oct 2020, 3:47 AM (GMT)

COVID-19 Global Stats

34,252,882 Total Cases
1,020,246 Death Cases
25,494,392 Recovered Cases

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code