દુર્ઘટના@કરછ: LPG ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું, અનેક વાહનો ભસ્મીભૂત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીત આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટવાને કારણે આસપાસના અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ દુર્ઘટના નેશનલ હાઈવે પર ઘટી છે અને તેના કારણે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.
ગેસ ભરેલા ટેન્કરના ફૂરચા ધડાકા સાથે દૂર દૂર સુધી ઉડ્યા હતા. ફાટવાના કારણે લાગેલી ભીષણ આગમાં નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં છથી સાત જેટલાં ટ્રક અને ટ્રેલર પણ લપેટમાં આવીને બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે.બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી.

