આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ પંથકના ડભોડા નજીક એક ટ્રક ઝાડને અથડાતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સવારના સમયે સતલાસણાથી ખેડા જઇ રહેલાં ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકો દ્રારા તાત્કાલિક ઇજાગ્રસ્ત ચાલકને પ્રથમ ખેરાલુ સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયો હતો. જોકે વધુ ઇજાઓને કારણે ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુના ડભોડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ખેડાના વસો ગામના મહેન્દ્રભાઇ ગોવિંદભાઇ ભોઇ ટ્રક લઇને સતલાસણાથી ખેડા જઇ રહ્યા હતા. આ દરમ્યાન ડભોડા ગામ પાસે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. ઘટનાને લઇ સ્થાનિકોએ દોડી આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેરાલુના ડભોડા પાસે અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. વિગતો મુજબ ગઇકાલે સવારે ટ્રકચાલક ટ્રક લઇને ખેડા જઇ રહ્યાં હોઇ કાબૂ ગુમાવતાં ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. જેથી ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા બાદ તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code