દુર્ઘટના@ખેરાલુ: GRD જવાનોને નડ્યો અકસ્માત, ભુંડ ઉપર બાઇક ચડી જતાં એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકાના ગામે GRD જવાનનું બાઇક સ્લિપ થઇ જતાં એક વ્યક્તિનું મોત થયુ છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરેથી પોલીસ સ્ટેશનના જતાં GRD જવાન અને તેમના GRD મિત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક ચલાવતી વખતે આગળ મરેલાં ભુંડ આવી જતાં GRD જવાને ભુંડની ઉપર બાઇક ચડાવી દેતાં બાઇક સ્લિપ થયુ હતુ.
 
દુર્ઘટના@ખેરાલુ: GRD જવાનોને નડ્યો અકસ્માત, ભુંડ ઉપર બાઇક ચડી જતાં એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામે GRD જવાનનું બાઇક સ્લિપ થઇ જતાં એક વ્યક્તિનું મોત થયુ છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરેથી પોલીસ સ્ટેશનના જતાં GRD જવાન અને તેમના GRD મિત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક ચલાવતી વખતે આગળ મરેલાં ભુંડ આવી જતાં GRD જવાને ભુંડની ઉપર બાઇક ચડાવી દેતાં બાઇક સ્લિપ થયુ હતુ. જેમાં GRD જવાન અને તેમના મિત્રને ઇજાઓ પહોંચી હતી. જોકે તેમના GRD જવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ હતુ. ઘટનાને લઇ ખેરાલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામ નજીક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. વિગતો મુજબ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતાં શૈલેષકુમાર પરમાર ગઇકાલે રાત્રે પોતાના ઘરે જોરાપુરાથી ખેરાલુ આવી રહ્યા હતા. આ દરમ્યાન બાઇકની પાછળ બેસી તેમનો GRD જવાન ઠાકોર તેજાજી પણ પોલીસ સ્ટેશન આવવા નીકળ્યાં હતા. જ્યાં શૈલેષ પરમાર બાઇક ચલાવી રહ્યા હોઇ અંબાજી હાઇવે પર નાનીવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે બે ભુંડ મરેલી હાલતમાં પડ્યા હોઇ બાઇકની સ્પિડ વધુ હોઇ ભુંડ ઉપર બાઇક ચડી જતાં સ્લિપ થઇ ગયુ હતુ. જેમાં એક જવાનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ તો અન્ય એકને સારવાર હેઠળ ખસેડાયો હતો.

દુર્ઘટના@ખેરાલુ: GRD જવાનોને નડ્યો અકસ્માત, ભુંડ ઉપર બાઇક ચડી જતાં એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રાત્રે 2 GRD જવાનોને અકસ્માત નડ્યા બાદ એકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. રાત્રીના સમયે બનેલી ઘટના બાદ તાત્કાલિક 108 દ્રારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થ ખેરાલુ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે ઠાકોર તેજાજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઇ ખેરાલુ પોલીસે GRD જવાન શૈલેષ પરમાર સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.