અકસ્માત@કચ્છ: ઊંઝા-નખત્રાણા એસ.ટી બસે પલટી મારતા મુસાફરો ઇજાગ્રસ્ત
અટલ સમાચાર,ભુજ કચ્છના ભુજ નજીક ભુજોડી ફાટકના ઓવરબ્રિજ અને રસ્તાના ચાલી રહેલા કામના કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. ઊંઝાથી નખત્રાણા આવી રહેલી એસટીની સ્લીપર બસ મંગળવારે રસ્તાના ચાલી રહેલા કામમાં ખોદાયેલા ખાડામાં પલટી મારી ગઇ હતી. જેમાં એક મુસાફરને ગંભીર ઇજાઓ અને પ થી ૭ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઊંઝા-નખત્રાણા એસ.ટી બસ
Jul 9, 2019, 13:07 IST

અટલ સમાચાર,ભુજ
કચ્છના ભુજ નજીક ભુજોડી ફાટકના ઓવરબ્રિજ અને રસ્તાના ચાલી રહેલા કામના કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. ઊંઝાથી નખત્રાણા આવી રહેલી એસટીની સ્લીપર બસ મંગળવારે રસ્તાના ચાલી રહેલા કામમાં ખોદાયેલા ખાડામાં પલટી મારી ગઇ હતી. જેમાં એક મુસાફરને ગંભીર ઇજાઓ અને પ થી ૭ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
ઊંઝા-નખત્રાણા એસ.ટી બસ મંગળવારે સવારે નખત્રાણાથી ઊંઝા પરત આવી રહી હતી ત્યારે ભુજના ભુજોડી ફાટકના ઓવરબ્રિજના ખાડામાં પલટી મારી ગઇ હતી. અચાનક સર્જાયેલા અકસ્માતથી મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. જોકે, અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઇજાઓ અને અન્ય મુસાફરોને સામાન્ય ઇજાઓ તથા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.