દુર્ઘટના@મહેસાણા: વિજાપુરના સુંદરપુર ગામમાં મકાનની દીવાલ પડતા 3 શ્રમિકોના મોત, 3 ઈજાગ્રસ્ત

મકાનની એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના વિજાપુરના સુંદરપુર ગામમાં મોટી દુર્ધટના બની છે. અહીં એક દીવાલ પડતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુંદરપુર ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં એક મકાન બનતું હતું. મકાનની એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા.તમામ 6 શ્રમિકોને બહાર કાઢતા 3ને મૃત જાહેર કરાયા છે.
ઘાયલ થયેલા 3 શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.બપોર 12.10 મિનિટ સુંદરપુર ગામે જુના મકાન ની દીવાલ ધરાશાયી થવાની ધટના બની હતી. જેમા ધટના સ્થળ પર બે લોકો તેમજ સારવાર દરમિયાન એક એમ કુલ ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાબુભાઈ ભુરીયા ઉંમર વર્ષ 45, રણજીત ઠાકોર ઉંમર વર્ષ 40 અને જીતેન્દ્ર ચોહાણ ઉંમર વર્ષ 25 છે. આ ઘટનામાં ત્રણ લોકો મોત નીપજ્યા છે અને ચાર લોકો ઘાયલ થયા છે તેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.