દુર્ઘટના@મહેસાણા: હાઇવે પર કારની ટક્કરથી એક્ટિવાચાલક બોલેરો નીચે આવી જતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે એક્ટિવા પર જતાં વ્યક્તિને સામેથી આવતાં કારચાલકે ટક્કર મારી હતી. જેથી એક્ટિવાચાલક સામેથી આવતી બોલેરોગાડીના નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ
 
દુર્ઘટના@મહેસાણા: હાઇવે પર કારની ટક્કરથી એક્ટિવાચાલક બોલેરો નીચે આવી જતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે એક્ટિવા પર જતાં વ્યક્તિને સામેથી આવતાં કારચાલકે ટક્કર મારી હતી. જેથી એક્ટિવાચાલક સામેથી આવતી બોલેરોગાડીના નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ મૃતકના ભાઇએ એસન્ટ ગાડીના ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસે મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@મહેસાણા: હાઇવે પર કારની ટક્કરથી એક્ટિવાચાલક બોલેરો નીચે આવી જતાં મોત

મહેસાણા તાલુકાના પાંચોટથી અલોડા તરફ જતાં માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે અલોડાના કલ્પેશભાઇ પટેલ(ઉ.વ.38) પોતાની એક્ટિવા લઇ મહેસાણાથી ઘર તરફ જઇ રહ્યાં હતા. આ દરમ્યાન પાંચોટ-અલોડા હાઇવે પર છઠીયારડા તરફથી આવી રહેલ એસેન્ટ કારના ચાલકે ગાડી પુરઝડપે હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી. આ તરફ એક્ટિવા ચાલક સામેથી આવતી બોલેરો નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે.

દુર્ઘટના@મહેસાણા: હાઇવે પર કારની ટક્કરથી એક્ટિવાચાલક બોલેરો નીચે આવી જતાં મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વહેલી સવારે અલોડાના પટેલ પરિવારના યુવાનને અકસ્માત નડતાં તેમનું મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિત સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટના બાદ મૃતકના ભાઇ દિપકભાઇ પટેલે ફરાર એસન્ટ કારના ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ફરાર કારચાલક સામે આઇપીસી કલમ 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@મહેસાણા: હાઇવે પર કારની ટક્કરથી એક્ટિવાચાલક બોલેરો નીચે આવી જતાં મોત