અકસ્માત@મોડાસા: બેફામ ટ્રકે બાઇકને અડફેટે લેતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા શહેરમાં આજે સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં એક આધેડનું મોત થયુ છે. સવારના સમયે મોડાસાથી મેઘરજ જઇ રહેલાં બાઇક ચાલકને એક બેફામ બનેલી ટ્રકે અડફેટે લીધા હતા. જે બાદમાં ચાલક ટ્રક મુકીને ફરાર થઇ જતાં સ્થાનિકોએ દોડી આવી તાત્કાલિક ૧૦૮ને ફોન કરી જાણ કરી હતી. જેથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે મોડાસા
 
અકસ્માત@મોડાસા: બેફામ ટ્રકે બાઇકને અડફેટે લેતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા શહેરમાં આજે સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં એક આધેડનું મોત થયુ છે. સવારના સમયે મોડાસાથી મેઘરજ જઇ રહેલાં બાઇક ચાલકને એક બેફામ બનેલી ટ્રકે અડફેટે લીધા હતા. જે બાદમાં ચાલક ટ્રક મુકીને ફરાર થઇ જતાં સ્થાનિકોએ દોડી આવી તાત્કાલિક ૧૦૮ને ફોન કરી જાણ કરી હતી. જેથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે મોડાસા એઇમ્સ હોસ્પિટલ ખસેડતાં સારવાર દરમ્યાન આધેડનું મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર ટ્રકચાલક સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતાં રફીકભાઇ મજીદભાઇ મુલ્તાની બકરા લે-વેચનું કામ કરતાં હોઇ આજે સવારે મોડાસાથી મેઘરજ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન મોડાસા-ડુગરવાડા ચોકડીથી સહયોગ તરફ જતાં બાયપાસ રોડ પર એક ટ્રકે તેને અડફેટે લીધા હતા. જે બાદમાં ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ તરફ સ્થાનિકોએ દોડી આવી રફીકભાઇને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર વચ્ચે રફીકભાઇનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અકસ્માત@મોડાસા: બેફામ ટ્રકે બાઇકને અડફેટે લેતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં સતત વધી રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો સમાવેશ થયો છે. સવારના સમગે ધંધાર્થે મેઘરજ જતાં રફીકભાઇ મુલ્તાનીને બેફામ ટ્રકે ટક્કર મારતાં તેઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરિવારજન ઇકબાલભાઇએ ટ્રક ચાલક સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. અકસ્માતને લઇ મોડાસા ટાઉન પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.