આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠાના નડાબેટ ખાતે સોમવારે દર્શન કરી બોર્ડર જોવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. નડાબેટના ઝીરો પોઇન્ટ નજીક બોલેરોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 મહિલાઓ અને 6 પુરૂષો સહિત 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સુઇગામ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુઇગામ તાલુકાના નડાબેડ ખાતે એક પરિવારને અકસ્માત નડયો છે. નડાબેટ દર્શન કરી બોર્ડર જોવા જતા બોલેરોનું ટાયર ફાટતા 9 લોકોને ઇજાઓ પહોંચી છે. સોમવારે બપોરના ૧ર વાગ્યા આસપાસ વાવ તાલુકાના દેવપુરા ગામના પટેલ સમાજના લોકો બોલેરો ગાડી લઇ નડાબેડ નડેશ્વરી માતાના દર્શનાર્થે ગયા હતા. પરંતુ દર્શન કરી બોર્ડર જોવા જતી વખતે બોલેરોનું ટાયર ફાટતા ગાડીમાં બેઠેલા લોકોને ઇજાઓ પહોંચી હતી.

drda inside meter add

બોલેરામાં કુલ 12 વ્યક્તિઓ પૈકી 3 મહિલાઓ અને 6 પુરૂષો મળી 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, ઘાયલોને 108 મારફતે સુઇગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે થરાદ રીફર કરાયાં છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code