રાધનપુર નજીક બોલેરો પલટી મારી જતાં બે કિશોરનાં મોત
અટલ સમાચાર, પાટણ રાધનપુર નજીક મંગળવારે વહેલી સવારે હાઇવે પરથી પસાર થઈ રહેલી બોલેરો પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં સવાર ચાર પૈકી બે કિશોરનાં મોત નીપજ્યા છે. બોલેરો ગાડી સાથે અન્ય કોઈ વાહન અથડાયું નથી. વાહન ચાલકની ગફલત કે ગાડીમાં ટેક્નિકલ ખામી પૈકી કોઈ કારણસર અકસ્માત થયો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોચનાદ નજીક
Feb 12, 2019, 16:15 IST

અટલ સમાચાર, પાટણ
રાધનપુર નજીક મંગળવારે વહેલી સવારે હાઇવે પરથી પસાર થઈ રહેલી બોલેરો પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં સવાર ચાર પૈકી બે કિશોરનાં મોત નીપજ્યા છે. બોલેરો ગાડી સાથે અન્ય કોઈ વાહન અથડાયું નથી. વાહન ચાલકની ગફલત કે ગાડીમાં ટેક્નિકલ ખામી પૈકી કોઈ કારણસર અકસ્માત થયો છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોચનાદ નજીક હાઇવે પર મંગળવારે વહેલી સવારે બોલેરો ગાડી જઈ રહી હતી. આ દરમિયાન ચાલુ ગાડી માર્ગ પરથી ઉતરી સીધી ખાડીમાં ખાબકી હતી. જેથી ગાડી ચાલક સહિતના મુસાફરો હેબતાઈ ગયા હતા. પુરપાટ ઝડપે ચાલતી ગાડીમાં ટાયર ફાટવાથી કે ચાલકની બેદરકારી સહિત કોઈ કારણસર પલટી મારી ગઇ હતી. ગંભીર અકસ્માતને પગલે ગાડીમાં સવાર બે કિશોરે જાન ગુમાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કિશોર રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હોવાથી પંથકમાં ધેરા શોકની લાગણી બની છે.