અકસ્માત@શિહોરી: બહેનનું મામેરૂ ભરવા જતાં ભાઈનું મોત, સાળો ઘાયલ
અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ નજીક શિહોરી-પાટણ હાઇવે પર અકસ્માત થતાં એક યુુુવકનુ મોત થયું જ્યારે અન્ય એક ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. મૃૃૃતક ભાઇ સગી બહેનનું મામેરૂ ભરવા જતાં બોલેરો ગાડીના ચાલકે કાળનો કોળિયો બનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ચાગાથી સાળો અને બનેવી બાઈક ઉપર ઝાબડીયા જવા નિકળ્યા હતા. સગીબેનનું મોમેરુ ભાઈ હરખ સાથે નિકળ્યા હતા.
                                          May 6, 2019, 13:31 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, કાંકરેજ
કાંકરેજ નજીક શિહોરી-પાટણ હાઇવે પર અકસ્માત થતાં એક યુુુવકનુ મોત થયું જ્યારે અન્ય એક ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. મૃૃૃતક ભાઇ સગી બહેનનું મામેરૂ ભરવા જતાં બોલેરો ગાડીના ચાલકે કાળનો કોળિયો બનાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ચાગાથી સાળો અને બનેવી બાઈક ઉપર ઝાબડીયા જવા નિકળ્યા હતા. સગીબેનનું મોમેરુ ભાઈ હરખ સાથે નિકળ્યા હતા. આ દરમિયાન શિહોરી- પાટણ હાઇવે પર અચાનક બોલેરો ગાડી અને બાઈક વચ્ચે ટક્કર વાગતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાડી નીચે આવી ગયેલા ભાઈનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ તરફ સાળાને ઈજા પહોંચી હોવાથી શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર રીતે ઘાયલ હોઇ પાટણ રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

