આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરમાં આજે વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા બે યુવકો પૈકી એક યુવકને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારી હતી. વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવકને 100 મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાવને પગલે પાલનપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહનચાલક સામે આઇપીસી ની કલમ 279, 304 A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 194 મુજબ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હિટ એન્ડ રન કયા વાહને કર્યો તે પણ હજી જાણવા મળ્યું નથી. પોલીસ આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસીને આ વાહન ચાલકની તપાસ હાથ ધરી છે. બીજી તરફ એકાએક યુવાનનું મૃત્યુ નીપજતા મૃતકનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code