અકસ્માત@પાલનપુર: ટ્રક નીચે કચડાઈ જતા વૃદ્ધનું મોત, ચાલક ફરાર

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રકની ટક્કરે વૃધ્ધ રાહદારીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વડગામ તાલુકાના મજાદર ગામનું વૃધ્ધ દંપતી અમીરગઢ ખાતે સામાજીક લોકાચારમાં જઇ રહ્યું હતું. ત્યારે રસ્તો ઓળંગવા જતા પત્ની સામે જ વૃદ્ધ પતિ કાળનો કોળિયો બની ગયા હતા. વડગામ તાલુકાના મજાદર ગામના ૬૨ વર્ષીય મઘાભાઇ સોમાભાઈ સોલંકી પોતાની પત્ની જેઠીબેન સોલંકી
 
અકસ્માત@પાલનપુર:  ટ્રક નીચે કચડાઈ જતા વૃદ્ધનું મોત, ચાલક ફરાર

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રકની ટક્કરે વૃધ્ધ રાહદારીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વડગામ તાલુકાના મજાદર ગામનું વૃધ્ધ દંપતી અમીરગઢ ખાતે સામાજીક લોકાચારમાં જઇ રહ્યું હતું. ત્યારે રસ્તો ઓળંગવા જતા પત્ની સામે જ વૃદ્ધ પતિ કાળનો કોળિયો બની ગયા હતા.

વડગામ તાલુકાના મજાદર ગામના ૬૨ વર્ષીય મઘાભાઇ સોમાભાઈ સોલંકી પોતાની પત્ની જેઠીબેન સોલંકી સાથે સવારના સમયે અમીરગઢ ખાતે સામાજિક લોકાચારમાં જવા નીકળ્યા હતા. ત્યારે અમીરગઢ જવાનું વાહન પકડવા માટે પાલનપુરના એરોમાં સર્કલ પર સવારના નવ વાગ્યાની આસપાસ આ વૃધ્ધ દંપતી રસ્તો ઓળગી રહ્યું હતું. ત્યારે એક ટ્રક રાહદારી મઘાભાઈ સોમાભાઈ પર ફરી વળતા ટ્રક ના ટાયર નીચે કચડાઈ જવાના કારણે રાહદારી વૃધ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિ કાળનો કોળિયો બની જતા વૃધ્ધાના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માત સર્જનાર ટ્રકચાલકને પોલીસને હવાલે કરાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. વૃધ્ધના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને બનાવ ની તપાસ હાથ ધરી હતી.