દુર્ઘટના@પાટણ: ચા બનાવતા યુવકને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત

 
દુર્ઘટના
યુવકના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ જિલ્લામાં સિદ્ધપુર હાઈવે પર સુજાનપુર નજીક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી છે. હોટલ બહાર ચા બનાવી રહેલા એક યુવકને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુજાનપુર નજીક હોટલ બહાર શકીલ સિપાઈનામનો યુવક ચા બનાવી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોતથયું હતું.

અકસ્માતમાં યુવકના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે સિદ્ધપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલકની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવકના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલછવાયો છે. હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.