દુર્ઘટના@રાધનપુર: મોટી પીપળી ગામ નજીક એકસાથે 5 વાહન વચ્ચે ભીષણ ટક્કર, 4 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાધનપુર-કંડલા હાઈવે પર મોટીપીપળી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં ચારથી વધુ લોકોના મોતની આશંકા છે. જ્યારે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં સામેલ વાહનોમાં ટ્રેલર, બાઈક, જીપ અને પીકઅપ વાન વચ્ચે થયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર 1 ટ્રેલર, 2 બાઈક, 1 જીપ અને 1 બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
રાધનપુરના મોટી પીપળી નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ સામે માહિતી સામે આવશે.