દુર્ઘટના@રાધનપુર: રીક્ષા અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

 
અકસ્માત
એક જ પરિવારના માતા-પુત્ર સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાધનપુર-મહેસાણા હાઈવે પર રીક્ષા અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતહેદને કબજે લઈને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાધનપુર-મહેસાણા હાઈવે પર રાધનપુરથી વરણા જઈ રહેલી રીક્ષાની ટક્કર આઈસર સાથે થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના માતા-પુત્ર સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.  મૃતકોમાં 30 વર્ષીય વિરામભાઈ, 12 વર્ષીય આશિષ અને 55 વર્ષીય ગાલાબેનનો સમાવેશ થાય છે.અકસ્માત બાદ આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત કાઈ રીતે સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.