અકસ્માત@સાંતલપુર: બેફામ ટ્રેલરે કારને ટક્કર મારતાં 10 લોકો ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર સાંતલપુર નજીક આજે સવારના સમયે બેફામ ટ્રેલરે સ્કોર્પિયો કારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેસેલા 10 જેટલાં લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. પ્રાથમિક તપાસમાં બાડમેરથી એક પરિવાર માંડલ દર્શનાર્થે જઇ રહ્યા હોવાનું સામે આવ્યુ છે. જોકે હજી સુધી આ ઘટનામાં કોઇના મોતના સમાચાર સામે આવ્યા નથી. આ તરફ તમામ
 
અકસ્માત@સાંતલપુર: બેફામ ટ્રેલરે કારને ટક્કર મારતાં 10 લોકો ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર નજીક આજે સવારના સમયે બેફામ ટ્રેલરે સ્કોર્પિયો કારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેસેલા 10 જેટલાં લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. પ્રાથમિક તપાસમાં બાડમેરથી એક પરિવાર માંડલ દર્શનાર્થે જઇ રહ્યા હોવાનું સામે આવ્યુ છે. જોકે હજી સુધી આ ઘટનામાં કોઇના મોતના સમાચાર સામે આવ્યા નથી. આ તરફ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામ પાસે સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાનના બાડમેરથી મોરબીના માંડલ ગામે દર્શનાર્થે જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. બેફામ સ્પિડે હાઇવે પરથી પસાર થતાં ટ્રેલરના ચાલકે સ્કોર્પિયોને ટક્કર મારતાં કારમાં બેસેલાં લોકોમાં બૂમરાડ મચી ગઇ હતી. આ તરફ કારમાં સવાર 10 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માત@સાંતલપુર: બેફામ ટ્રેલરે કારને ટક્કર મારતાં 10 લોકો ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાંતલપુર-કચ્છ હાઇવે પર વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. સવારના સમયે બનેલી ઘટનામાં સ્કોર્પિયો કારને મોટું નુકશાન પહોંચ્યું હતુ. આ તરફ અકસ્માત સર્જીને ચાલક ટ્રેલર સ્થળ પર જ મુકીને નાસી છુટ્યો હતો. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ સ્થાનિકો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અકસ્માત@સાંતલપુર: બેફામ ટ્રેલરે કારને ટક્કર મારતાં 10 લોકો ઇજાગ્રસ્ત, ચાલક ફરાર