દુર્ઘટના@શામળાજી: કન્ટેનરે અચાનક બ્રેક મારતાં કાર પાછળ ઘુસી ગઇ, ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી-મોડાસા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રે શામળાજી-મોડાસા હાઇવે પર કાર લઇને પસાર થતાં યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં હાઇવે પરથી પસાર થતાં કન્ટેનરે અચાનક બ્રેક મારતાં કાર પાછળ ઘુસી ગઇ હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયુ
 
દુર્ઘટના@શામળાજી: કન્ટેનરે અચાનક બ્રેક મારતાં કાર પાછળ ઘુસી ગઇ, ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી-મોડાસા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રે શામળાજી-મોડાસા હાઇવે પર કાર લઇને પસાર થતાં યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં હાઇવે પરથી પસાર થતાં કન્ટેનરે અચાનક બ્રેક મારતાં કાર પાછળ ઘુસી ગઇ હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટના બાદ કન્ટેનર ચાલક વાહન સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. જેને લઇ મૃતકના પરિવારજને ફરાર ચાલક સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી-મોડાસા હાઇવે પર ભવાનપુર ગામ પાસે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે આશરે અગિયારેક વાગે દેવેન્દ્રસિંહ પ્રવિણસિંહ ચૌહાણ સ્વિફ્ટ કાર લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન ભવાનપુર પાટીયા પાસે આગળ જઇ રહેલ કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતાં તેમની કાર કન્ટેનરના પાછળના ભાગે ઘુસી ગઇ હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે કારચાલક દેવેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

દુર્ઘટના@શામળાજી: કન્ટેનરે અચાનક બ્રેક મારતાં કાર પાછળ ઘુસી ગઇ, ચાલકનું ઘટનાસ્થળે જ મોત
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે મોડીરાત્રે કન્ટેનરની પાછળ કાર ઘુસી જતાં યુવકનું મોત થયુ હતુ. ઘટના બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, કારની કન્ટેનરમાંથી બહાર નિકાળવા ક્રેનની મદદ લેવી પડી હતી. ઘટનાને લઇ રામસિંહ ચૌહાણે ફરાર ચાલક સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. શામળાજી પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.