આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લાના રાધનપુર-મહેસાણા સહિતના હાઇવે પર અકસ્માતોના બનાવો વધી રહયા છે. ત્યારે, સોમવારે શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી વચ્ચે એસ.ટી. બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી વચ્ચે સોમવારે વહેલી સવારે હારીજ ડેપોની હારીજ-તારાનગર એસ.ટી. બસ પસાર થઇ રહી હતી તે દરમ્યાન બાઇક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર ઠાકોર ભરતજી રાણાજીનું બસના પાછળના ટાયર નીચે આવી જવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ.

ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ઠાકોર ભરતજી રાણાજીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code