અકસ્માત@શંખેશ્વર: ઈંટો ભરીને જતાં ટ્રેક્ટરે મારી પલ્ટી, ચાલકનું મોત થતાં પરિવારને આભ ફાટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર
શંખેશ્વર નજીક આજે વહેલી સવારે અચાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શંખેશ્વર તાલુકાના બોલેરા ગામથી પાટડી તાલુકાના પાડીવાળા વચ્ચેના માર્ગ ઉપરથી ટ્રેક્ટર પસાર થતું હતુ. ઈંટો ભરીને જતું ટ્રેક્ટર કોઈ કારણસર રસ્તા પરથી પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે સ્થળ ઉપર મોત થયાના અહેવાલ છે. કોઈ વાહનને ટકરાયા વગર અગમ્ય કારણસર ટ્રેક્ટરના ચાલકે સ્ટીઅરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતને પગલે ચાલકનુ દુઃખદ મોત થતાં પરિવારને આફતનુ આભ ફાટ્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક બોલેરા-પાડીવાડા ગ્રામ્ય માર્ગ પરથી ટ્રેક્ટર ચાલક ટ્રોલીમાં ઈંટો ભરીને જતાં હતા. નિર્ધારિત સ્થળે ઈંટો ઠાલવવા જતાં દરમ્યાન સદર માર્ગ પર અચાનક ટ્રેક્ટર ચાલકને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રેક્ટર/ટ્રોલી માર્ગની બાજુમાં પલ્ટી ખાઇ જતાં ચાલક પછડાયો હતો. ગંભીર રીતે થયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું દર્દનાક મોત થતાં ત્યારે તાત્કાલિક અસરથી રસ્તા પરના વાહનચાલકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે ધોરણસરની પ્રક્રિયા હાથ ધરી છે.