દુર્ઘટના@સુરત: બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું કમકમાટીભર્યુ મોત, માથું ધડથી અલગ થયું

 
ઘટના
યુવક બાઈક પર ફૂલ સ્પીડે જઈ રહ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના બ્રેડલાઈનર સર્કલ નજીક ગમખ્વાર અકસ્માતમાં બાઈક સ્લીપ થતા 18 વર્ષીય પ્રિન્સ પટેલનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ બ્રેડલાઈનર સર્કલ પર આજે અકસ્માતમાં KTM બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ ઉતરતા આ અકસ્માત થયો હતો. બાઈક ચાલક યુવકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું.

અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ પ્રિન્સ પટેલ હતું, તેને હેલ્મેટ પણ પહેર્યું ન હતું. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો અરેરાટીભર્યો હતો, કે તેને જોઈને આસપાસના લોકો પણ હચમચી ગયા હતા.તપાસમાં સામે આવ્યું કે, KTM બાઈક ચાલક પ્રિન્સ પટેલ youtube ઉપર PKR BLOGGER હોવાનું સામે આવ્યું છે.

પ્રિન્સ સોશિયલ મીડિયા પર પોતાની KTM બાઈકના બ્લોગ અને રીલ્સથી ચર્ચામાં રહેતો હતો. બાઈક પર "Monster" લખાવી વિશેષ લૂક આપ્યો હતો. 22 સપ્ટેમ્બરનાં રોજ ઈન્સ્ટાગ્રામ પર નવી KTM ખરીદ્યાની જાણ કરી હતી તેના બાદ 13 ઓક્ટોબરે પોસ્ટ કરેલી રીલમાં બાઈકની સ્પીડ 140થી વધુ દેખાઈ હતી. પ્રિન્સને પોતાના બાઈક પ્રત્યે ખુબ જ લગાવ હતોપ્રિન્સ પૂરઝડપે બાઈક ચલાવતો હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, અકસ્માતમં પ્રિન્સનું માથું શરીરથી છૂટું પડી ગયુ હતું. ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.