દુર્ઘટના@સુરત: બેફામ ટ્રકે ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં આજે બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે. બેફામ ગતિએ આવતા ટ્રકે વિદ્યાર્થિનીને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી.મૃતક વિદ્યાર્થિનીની ઓળખ રીયા પટેલ તરીકે થઈ છે, જે બહેડા રાયપુરી વિસ્તારની રહેવાસી છે.
અંબિકા વિસ્તારમાંથી પસાર થતી વખતે બેફામ ટ્રકે રીયા પટેલને ટક્કર મારી હતી. ટ્રકનું ટાયર માથાના ભાગેથી ફરી વળતા રીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થિનીનું મોત થતાં તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

