આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઉનાવા પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ એક્ટિવામાં સવાર અન્ય એક યુવકને સારવાર અર્થે ખસેડાયો છે. ગઇકાલે બપોરના સમયે ઉનાવાથી મહેસાણા એક્ટિવા લઇને જઇ રહેલાં બે યુવકને પાછળથી એક બેફામ કારે ટક્કર મારી હતી. જેથી બંને ફંગોળાઇ ગયા બાદ એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ અન્ય યુવકને વધુ ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે મહેસાણા ખસેડાયો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી લઇ નાસી ગયો હોઇ પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીક અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ઉનાવાના હામીદખલી હૈદરઅલી સૈયદ અને તસવરહુસેન હૈદરખલી સૈયદ પોતાનું એક્ટિવા લને ઉનાવાથી મહેસાણા જઇ રહ્યા હતા. આ દરમ્યાન બપોરના એકાદ વાગે કિશાન થ્રેસર નજીક હાઇવે પર એક ગ્રે કલરની ઇનોવાના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી બંનેને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે હામીદઅલી હૈદરઅલી સૈયદનું મોત થયુ હતુ. આ તરફ તસવરહૂસેનને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા-પાલનપુર હાઇવે પર ગઇકાલે બપોરે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ગઇકાલે બપોરે સર્જાયેલા અકસ્માતમાં યુવકના મોત બાદ અન્ય યુવકને પ્રથમ સારવાર અર્થે ઊંઝા સરકારી દવાખાને લઇ ગયા હતા. જોકે યુવકને ગંભીર ઇજા પહોંચી હોઇ વધુ સારવાર અર્થે મહેસાણાની વાયબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઉનાવા પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code