અકસ્માત@ઊંઝા: બાઇક લઇ નોકરી જતાં સિક્યુરીટી ગાર્ડનું અજાણ્યાં વાહનની ટક્કરે કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા તાલુકાના ગામે બાઇક લઇ પસાર થતાં આધેડનું અજાણ્યાં વાહનની ટક્કરે મોત થયુ છે. ગઇકાલે રાત્રીના સમયે ગામથી બાઇક લઇ આધેડ નજીકની ફેક્ટરીમાં નોકરી અર્થે જતાં હતાં. આ દરમ્યાન પાટણ તરફથી આવતાં અજાણ્યાં વાહને તેમને ટક્કર મારતાં બાઇક પર બેસેલા બે લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને
 
અકસ્માત@ઊંઝા: બાઇક લઇ નોકરી જતાં સિક્યુરીટી ગાર્ડનું અજાણ્યાં વાહનની ટક્કરે કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે બાઇક લઇ પસાર થતાં આધેડનું અજાણ્યાં વાહનની ટક્કરે મોત થયુ છે. ગઇકાલે રાત્રીના સમયે ગામથી બાઇક લઇ આધેડ નજીકની ફેક્ટરીમાં નોકરી અર્થે જતાં હતાં. આ દરમ્યાન પાટણ તરફથી આવતાં અજાણ્યાં વાહને તેમને ટક્કર મારતાં બાઇક પર બેસેલા બે લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરીજને અજાણ્યાં ફરાર વાહન ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અકસ્માત@ઊંઝા: બાઇક લઇ નોકરી જતાં સિક્યુરીટી ગાર્ડનું અજાણ્યાં વાહનની ટક્કરે કરૂણ મોત
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના માતપુર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. માતપુર ગામે રહેતાં બળવંતજી જેસંગજી ગઇકાલે રાત્રે બાઇક લઇ ગામ નજીક આવેલા ફેક્ટરીમાં નોકરી કરતાં હોઇ ત્યાં જતાં હતા. આ દરમ્યાન પાટણ તરફથી આવતાં અજાણ્યાં વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. આ સાથે તેમની સાથે બાઇકમાં બેસેલ અન્ય વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત બન્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અકસ્માત@ઊંઝા: બાઇક લઇ નોકરી જતાં સિક્યુરીટી ગાર્ડનું અજાણ્યાં વાહનની ટક્કરે કરૂણ મોત

ઘટનાની જાણ થતાં મૃતકના સગા ઘટનાસ્થળે પહોંચતાં ગંભીર ઇજાઓને કારણે આધેડનું મોત થયુ હતુ. સમગ્ર મામલે ઉનાવા પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.