આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાના ગામ નજીક અકસ્માત સર્જાતાં બાઇકસવાર યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે સંબંધીના ઘરેથી પરત ફરતાં બે યુવકોને સામેથી આવતી કારે ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર બંને યુવકો નીચે પટકાતાં ઇજાગ્રસ્ત બન્યાં હોઇ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઇજાઓને કારણે એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છુટ્યો હોઇ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ પંથકના ઘોડીયાલથી જલોત્રા વાયા કમાલપુર વાળા માર્ગે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાલનપુર તાલુકાના ભાગળ પીંપળી ગામના દિનેશભાઇ બાબુભાઇ પરમાર અને તેમના મિત્ર યોગેશકુમાર મનુભાઇ નાયક બાઇક લઇને સિસરાણા ગામે સંબંધીના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ગઇકાલે બપોરના સમયે ઘોડીયાલથી જલોત્રા વાયા કમાલપુર રોડ પર સફેદ કલરની કારે પુરઝડપે આવી તેમને ટક્કર મારી હતી. જેથી બાઇક ફંગોળાતાં બંને ઇસમો ઇજાગ્રસ્ત બન્યાં હોઇ એકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં યોગેશ નાયકનું મોત થતાં પરીજનો શોકાતુર બન્યા છે. આ તરફ અકસ્માત સર્જીને કાર ચાલક પર વાહન લઇની નાસી છુટ્યો હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય યુવકને જમણા પગે થાપા બાજુએ અને શરીરે બેઠો માર વાગ્યો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે વડગામ પોલીસે ફરાર કારચાલક સામે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code