અકસ્માત@વાવ: ખિમાણા પાટીયા પાસે ટેન્કર પલટી જતા ડ્રાઇવરને ઇજા
અટલ સમાચાર, પાલનપુર, વાવ (રામજી રાયગોર) બનાસકાંઠા જીલ્લામાં વાવના ખિમાણા વાસના પાટીયા પાસે ગુરૂવારે અકસ્માત સર્જાતા એક ઇસમને ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વાવના ખિમાણ વાસના પાટીયા પાસે ગુરૂવારે એક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર
                                          Jun 20, 2019, 14:12 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, પાલનપુર, વાવ (રામજી રાયગોર)
બનાસકાંઠા જીલ્લામાં વાવના ખિમાણા વાસના પાટીયા પાસે ગુરૂવારે અકસ્માત સર્જાતા એક ઇસમને ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વાવના ખિમાણ વાસના પાટીયા પાસે ગુરૂવારે એક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઇ ગયુ હતુ. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ડ્રાઈવરને ઇજાઓ થતા તેને થરાદની નજીક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

