દુર્ઘટના@કેરળ: લેન્ડિંગ સમયે એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, મૃત્યુઆંક 18 પહોંચ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગઇકાલે સાંજના સમયે કેરળમાં વિમાન દુર્ઘટના બની હતી. જેમાં વિમાનના 2 ટુકડા થઇ ગયા બાદ અત્યાર સુધી 18 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે લપસી ગયું અને 35 ફીટની ખાઈમાં પડ્યું હતુ. તેમાં પાયલટ અને કો પાયલટના પણ મોત નીપજ્યા
 
દુર્ઘટના@કેરળ: લેન્ડિંગ સમયે એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, મૃત્યુઆંક 18 પહોંચ્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે સાંજના સમયે કેરળમાં વિમાન દુર્ઘટના બની હતી. જેમાં વિમાનના 2 ટુકડા થઇ ગયા બાદ અત્યાર સુધી 18 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે લપસી ગયું અને 35 ફીટની ખાઈમાં પડ્યું હતુ. તેમાં પાયલટ અને કો પાયલટના પણ મોત નીપજ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને પણ શનિવારે સવારે કોઝિકોડ પહોંચીને સ્થિતિને જાણી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેરળના કોઝિકોડમાં એરપોર્ટ પર ગઇકાલે સાંજે લેન્ડિંગ સમયે વિમાન 35 ફીટની ખાઈમાં પડ્યું હતુ. વિમાનમાં કુલ 190 લોકો સવાર હતા જેમાંથી અત્યાર સુધી 18 લોકોના મોત થયાનુ સ્પષ્ટ થયુ છે. નાગરિક ઉડ્ડનમંત્રીએ કહ્યું કેપ આ ઘટનામાં 2 પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે જે દુર્ભાગ્યની વાત છે. 127 લોકો હોસ્પિટલમાં એડમિટ છે. શુક્રવારે કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું, વિમાનમાં આગ લાગી હોત તો કામ વધારે મુશ્કેલ બન્યું હોત. હું અત્યારે એરપોર્ટ જઈ રહ્યો છું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે વંદે ભારત મિશનના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઈંગ 737 દુબઈથી કોઝીકોડ આવી રહ્યું હતું. દુબઈથી 184 યાત્રીઓ, 2 પાયલટ અને 6 ક્રી મેમ્બર્સની સાથે તે કોઝીકોડ પહોંચ્યું, પણ એર ઈન્ડિયાનું વિમાન રન વે પાર કરતું દીવાલ સાથે અથડાયું અને તેના 2 ભાગ થઈ ગયા. આ સમયે અફરાતફરીનો માહોલ બન્યો હતો. અત્યારે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.