મોંઘવારીઃ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો નોંધાયો
મોંઘવારીઃ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઇ રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઈંધણના દરમાં સતત વધારાને કારણે પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. આ સાથે ડીઝલની વાત કરીએ, તો તે 112 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે.

IOCL દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ સાથે, ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં પેટ્રોલ 120.52 રૂપિયા અને ડીઝલ 111.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય મધ્યપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટર છે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

ભોપાલમાં પણ પેટ્રોલનો ભાવ વધીને બુધવારે 116.62 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 106.01 રૂપિયા થઇ ગયો છે. મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોના પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ હોવાથી મોટા ભાગના વાહનાચાલકો આ રાજ્યોમાં જ જઇને પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યાં છે. જેના કારણે અહીંના પેટ્રોલ પંપોનો બિઝનેસ ઘટી ગયો છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 28 October 2021)

>> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 108.29 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર
>> મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.14 અને ડીઝલ રૂ. 105.12 પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.13 અને ડીઝલ રૂ. 101.25 પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ રૂ. 108.78 અને ડીઝલ રૂ. 100.14 પ્રતિ લીટર
>> અમદાવાદમાં પેટ્રોલ 104.88 અને ડીઝલ ડીઝલ 104.53 પ્રતિ લીટર