ACBપાલનપુર: ગરીબોનાં આવાસમાં કટકી લેવાં જતો ઇન્સ્પેક્ટર ઝડપાયો

અટલ સમાચાર, પાલનપુર ઉત્તર ગુજરાતમાં લાચિલાં અધિકારીઓ ACB હાંક છતાં બેફામ ચાલી રહ્યા છે. ગરીબોની આવાસ યોજનામાં પણ કટકી કરવા જતાં ઇન્સ્પેક્ટર ઝડપાઇ ગયો છે. પાલનપુર સમાજ કલ્યાણ કચેરીનાં કર્મચારી સામે ACBના સફળ ઓપરેશનને પગલે જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના એક અરજદારે પાલનપુર સમાજ કલ્યાણ કચેરીમાં આંબેડકર આવાસ યોજના હેઠળ અરજી કરી હતી.
 
ACBપાલનપુર: ગરીબોનાં આવાસમાં કટકી લેવાં જતો ઇન્સ્પેક્ટર ઝડપાયો

અટલ સમાચાર, પાલનપુર

ઉત્તર ગુજરાતમાં લાચિલાં અધિકારીઓ ACB હાંક છતાં બેફામ ચાલી રહ્યા છે. ગરીબોની આવાસ યોજનામાં પણ કટકી કરવા જતાં ઇન્સ્પેક્ટર ઝડપાઇ ગયો છે. પાલનપુર સમાજ કલ્યાણ કચેરીનાં કર્મચારી સામે ACBના સફળ ઓપરેશનને પગલે જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લાના એક અરજદારે પાલનપુર સમાજ કલ્યાણ કચેરીમાં આંબેડકર આવાસ યોજના હેઠળ અરજી કરી હતી. જેમાં મકાન સહાય મળવાનાં હકારાત્મક અભિપ્રાય સામે ઇન્સ્પેક્ટરે રૂ. 2000ની લાંચ માંગી હતી. જેથી અરજદાર મુંઝવણમાં મૂકાઈ ગયા હતા.

અરજદારે સમગ્ર મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી સઘળી હકીકત જણાવી હતી. આથી ACB ટીમના સુપરવિઝન અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ભાભર નજીક સમાજ કલ્યાણ કચેરીના નિરિક્ષક આરોપી  દાનાભાઈ પ્રભાજી ચૌધરી રૂપિયા 2 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ACB દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી આક્રમક બેટિંગ છતાં લાચિલાં કર્મચારી શાંત પડતા નથી.