કાર્યવાહી@અમદાવાદ: ખ્યાતી હોસ્પિટલની બેદરકારીના કારણે 2 લોકોના મોત, 5ની હાલત ગંભીર

 
હોસ્પીટલ
રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ હવે વિવાદોનું કેન્દ્ર બની છે. હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલની બેદરકારીના કારણે 2 લોકોના મોત થયા છે. પરિવારજનોનો આરોપ છે કે અહીં સ્વાસ્થ્ય તપાસ માટે આવેલા બે લોકોના મોત થયા છે. આ પછી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. આ સિવાય અન્ય 5 દર્દીઓ હાલમાં ICUમાં સારવાર હેઠળ છે.

10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ આ બે વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા. જેના પછી આ બે દર્દીઓની એન્જીયોગ્રાફી કરાઇ હતી અને એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિઓપ્લાસ્ટી પણ કરી હતી.તેમના સગાઓ એવો દાવો કરી રહ્યા છે કોઇ પણ જાણ વિના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાં એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હ્રદયમાં સ્ટેન્ડ મુક્યા હતા. એટલુજ નહિ દર્દીઓના સગાઓએ મૃતકના આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા કપાયાનો પણ દાવો કર્યો છે. હાલ આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થઈ ગયા છે. નિ:શુલ્ક કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા.

હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ માહિતી વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી અને તેમને સ્ટેન્ડ પર રાખવામાં આવ્યા હતા. ગામલોકો હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે 2 લોકોના મોત થયા છે. હાલ 5 દર્દીઓ ICUમાં દાખલ છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કર્યું હતું કે ખ્યાતી હોસ્પિટલ પર ખૂબ જ ગંભીર આરોપો છે. અમે રાજ્યની છેતરપિંડી વિરોધી એકમમાં આ મામલે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.’ જો કોઈ બેદરકારી કે તબીબી ભૂલ સાબિત થશે તો હોસ્પિટલ અને તબીબ સામે કડક કાર્યવાહી કરવામાં આવશ.