કાર્યવાહી@અમદાવાદ: મેઘાણીનગરમાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા, જાણો સમગ્ર મામલો

 
પોલીસ સ્ટેશન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ મેઘાણીનગરમાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે જેમાં મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા કાર્યવાહી કરવામાં આવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદીની ફરિયાદ સમય પ્રમાણે ના લેવાતા ઝોન 4 DCP ડો. કાનન દેસાઈએ કાર્યવાહી કરી છે. ઘણા કિસ્સા એવા બન્યા છે જેમાં પોલીસ ફરિયાદ લેતા અચકાતી હોય છે અને સાચી ફરિયાદ લેવામાં વિલંબ થાય ત્યારે ઘણું બધુ બની જતું હોય છે, મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ ના લીધી અંતે ડીસીપીને આ વાતની જાણ થઈ અને તેમણે ફરિયાદ કેમ ના લીધી તેનો ખુલાસો માંગ્યો તો પોલીસકર્મી તે ખુલાસો આપી શકયા નહી અને પોલીસકર્મીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

મેઘાણીનાગર પોલીસ સ્ટેશનના pso સહિત 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ સોલંકી પીસીઆર વાનમાં અન્ય પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનો સાથે મેઘાણીનગરમાં પાસે પેટ્રોલિંગ કરતા હતા. તે સમયે રત્નસાગર ચાર રસ્તા તરફથી એક રિક્ષાચાલક ભયજનક રીતે વાહન હંકારીને રોડ પર સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આથી મયુરભાઈ અને સ્ટાફે તેને અટકાવીને આવી રીતે રિક્ષા કેમ ચલાવે છે કહી પુછપરછ કરી હતી. રિક્ષાચાલક ઉશ્કેરાઈ પોલીસને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. તેણે તું મને ઓળખે છે, હું રાવણ છું અને અહીનો દાદા છું, મારી રિક્ષા કેવી રીતે ઉભી રાખી શકે કહીને બોલાચાલી કરી હતી અને પોલીસે ગુનો નોંધ્યો હતો.