કાર્યવાહી@અમદાવાદ: ખનીજ માફિયાઓ પર તંત્રની તવાઈ, કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ
Jun 17, 2026, 09:45 IST
દરમિયાન અંદાજે ૧.૪૦ કરોડ નો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા બાવળા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.બાવળાના સાકોદરા ગામે સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક એક્સકેવેટર મશીન અને 2 ડમ્પર ઝડપાયા છે.
જેમાં અંદાજે રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે સાંકોડ ગામે પણ ખનન સ્થળેથી એક એક્સકેવેટર મશીન અને 2 ટ્રેક્ટર જપ્ત કરી અંદાજે રૂ. 40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.તંત્ર દ્વારા કુલ રૂ. 1.40 કરોડની કિંમતના વાહનો અને મશીનરી લોક કરી તમામ આરોપીઓ સામે નિયમોનુસાર કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગના દરોડામાં આરોપી ન ઝડપાતાં, ફક્ત મુદ્દામાલ કબજે કરાયો છે ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે.

