કાર્યવાહી@અમદાવાદ: નકલી પોલીસ બાદ હવે નકલી કોર્ટ ઝડપાઈ, વાંધાવાળી જમીનોના અનેક ઓર્ડર આપતા

 
કાર્યવાહી

આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં નકલી પોલીસ બાદ હવે નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે આજ બાકી હતું. અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે.

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો સિટીસિવિલ કોર્ટની સામે જ ફૂટ્યો છે. આ નકલી કોર્ટમાં વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાની વાત સામે આવી છે. નકલી લવાદ બનીને પણ અનેક ઓર્ડર કર્યા છે.આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કોર્ટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે.

બીજી બાજુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.અમદાવાદ શહેર પોલીસે મોરિસ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. મોરિસ વ્યવસાયે વકીલ છે. પોલીસે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિસ્ટન અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465,467,471,120 (B) હેઠળ કેસ નોંધ્યો છે. સેશન્સ કોર્ટના આદેશ પર પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપ એવો છે કે સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોતે કાયદાની જોગવાઈઓ વિના એકપક્ષીય રીતે આર્બિટ્રેટર એટલે કે ન્યાયાધીશ તરીકે કામ કરે છે. તેણે ખોટા ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટની સ્થાપના કરીને ન્યાય અદાલતનું વાતાવરણ ઊભું કર્યું હતું.