કાર્યવાહી@અમદાવાદ: 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે પિતરાઈ ભાઈ-બહેન ઝડપાયા, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી પણ વધુ એક વખત ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપી પાડવામાં આવ્યા છે. SOGએ બાતમીના આધારે 22.78 કિલો ગાંજા સાથે પિતરાઈ ભાઈ-બહેનની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર નોબલનગરમાંથી ચેતન અને આકાંક્ષા પ્રજાપતિની ગાંજાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત અને અમદાવાદના ડીલરોના ઈશારે આરોપીઓ બેંગકોક ગયા હતા. કેરિયરમાં 8 કરોડનો ગાંજો લઈને આવતા હોવાની બાતમી મળતા જ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી ઝડપી પાડવામાં આવ્યા હતા. બેંગકોકથી ગાંજો લઈને આવનાર ભાઈ-બહેન ઉપરાંત પણ અનેક લોકો ડ્રગ્સની હેરાફેરીમાં સપડાયેલા હોવાનો ખુલાસો થયો છે.
રાજસ્થાનના ગોપાલ-ઉમેશ સોલંકીને પણ ગાંજા કેરિયર તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરના ગાંજા પણ કેસમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદમાં ગાંજા સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાઇબ્રિડ ગાંજાની તસ્કરીમાં બેંગકોક લિંક ઉજાગર કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા હાઈબ્રીડ ગાંજાની અંદાજીત કિંમત 8 કરોડ રુપિયા છે. આ ગાંજો લઈને આવતા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 2 આરોપીને પકડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ જરુરીયાત યુવાનોને લાલચ આપી ડ્રગ્સ કેરિયર તૈયાર કરતા હતા. તેમજ આરોપીઓ દ્વારા આ યુવાનોને થાઈલેન્ડ મોકલી હાઇબ્રીડ ગાંજોની સપ્લાય કરતા હોવાનું ઉજાગર થયું છે.

