કાર્યવાહી@અમદાવાદ: દાણીલીમડામાંથી ડ્રગ્સ ઝડપાયું, 11.80 લાખની કિંમતનું MD ડ્રગ્સ અને ચરસ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાણીલીમડામાંથી ડ્રગ્સ ઝડપાયું છે, SMCએ દરોડા પાડી આરોપીને ઝડપી પાડયો છે અને 11.80 લાખની કિંમતનું MD ડ્રગ્સ અને ચરસ જપ્ત કરાયું છે, પોલીસે 7.18 લાખ રોકડ સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી જાવેદ મેવાતીની પોલીસે ધરપકડ કરી આ કેસમાં અન્ય 6 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે,
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી હતી કે એક યુવક ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે, ત્યારે તેની પૂછપરછ કરી તે દરમિયાન યુવકે કબુલ્યું કે તેની પાસે ડગ્સ અને ચરસ બન્ને છે, ત્યારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે, ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સ્ટેટ મોનિટરીંગ સેલે આરોપીને ઝડપીને દાણીલીમડા પોલીસને સોંપ્યો છે અને દાણીલીમડા પોલીસ તપાસ કરી રહી છે.નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.
નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, "ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."